વનરા તે વનમાં મીંઢોળ ઝાઝા | Vanra Te Vanma Mindhol Jhajha Lagnageet Lyrics
વનરા તે વનમાં મીંઢોળ ઝાઝા,
મીંઢોળ પરણે ને, ઝાડવા બાળ કુંવારા..
www.gujaratibhajanbank.com
હું તમને પૂછું મારા બેની લાડકડા,
આવડા તે લાડ તમને કોણે લડાવ્યા..
દાદા રે શકરાદાદા ને, દાદી રે અંબાબા એ,
આવડા તે લાડ અમને એમણે લડાવ્યા..
www.gujaratibhajanbank.com
પિતા રે દેવેન્દ્રભાઈ ને, માતા રે વીણાબેન,
આવડા તે લાડ અમને એમણે લડાવ્યા..
(એમ વીર - ભાભી, કાકા-કાકી, મામા-મામી વગેરે ના નામ ગાઈ શકાય)
અથવા Option-2
*દાદાજી ના તેડકા અમે સીમડીએ આવ્યા
આવડા તે લાડ મને દાદા એ લડાવ્યા
(એમ અન્ય સગપણ સાથે માંડવે, મ્હાયરામા આવ્યા એમ ગવાય)
www.gujaratibhajanbank.com

0 Comments