ઢોલીડા ઢબુકયા લાડી | Dholida Dhabukya Laadi Lagngeet Lyrics
ઢોલીડા ઢબુકયા લાડી, ચાલો આપણે ઘેર રે...
પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે...
ઉભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે,
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે,
ઢોલીડા ઢબુકયા લાડી, ચાલો આપણે ઘેર રે...
www.gujaratibhajanbank.com
ગંગા સરીખા સાસુ તમારા શું છે તમારે દુઃખ રે,
રાંધી મુકશે ભોજન સારા લાડી તમારે કાજ રે,
ઢોલીડા ઢબુકયા લાડી, ચાલો આપણે ઘેર રે...
દેવ સરીખો વીરો મારો પુરશે તમારા કોડ રે,
પાણી સાથે દૂધડા દેશે પડતા ઝીલશે બોલ રે,
ઢોલીડા ઢબુકયા લાડી, ચાલો આપણે ઘેર રે...
www.gujaratibhajanbank.com

0 Comments