વેલા વેલા આવો મારા વાલમા | Vela Vela Avo Mara Valma Kirtan Lyrics

વેલા વેલા આવો મારા વાલમા | Vela Vela Avo Mara Valma Kirtan Lyrics

 

વેલા વેલા આવો મારા વાલમા..

જમવા ને પધારો મારા નાથ,

વેલા વેલા આવો મારા વાલમા..

www.gujaratibhajanbank.com 

ગામ ના પછવાડે વાલા મારો ઝૂપડૂ,

હે આંગણિયા મા તુલસી કેરા છોડ જો,

વેલા વેલા આવો મારા વાલમા..

 

એટલી નિશાની પ્રભુજી આવજો,

ભૂલે ચૂકે ન જા જો બીજા ઘેર જો,

વેલા વેલા આવો મારા વાલમા..

www.gujaratibhajanbank.com 

ખાંડી રે ખૂંદીને બનાવ્યો ખીચડો,

એમા રે તલના તાજા તેલ જો,

વેલા વેલા આવો મારા વાલમા,

 

મીઠો રે લાગે તો મોહન માંગ જો,

શરમાતા નહીં જો જો મારા નાથ રે,

વેલા વેલા આવો મારા વાલમા..

 www.gujaratibhajanbank.com

ભક્તો રે મંડળ ને સાથે લાવજો,

ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો,

વેલા વેલા આવો મારા વાલમા..

 

કરમા બઈના નાથ વેલા આવજો,

પ્રભુ તમારી જોવ છુ હું તો વાટ જો,

વેલા વેલા આવો મારા વાલમા..

www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments