કાગડો કાળો ને કાળો | Kagdo Kalo Ne Kalo Bhajan Lyrics
ગંગા જમુના માં નાય, કાગડો કાળો ને કાળો,
કદી ના ઉજળો થાય, કાગડો કાળો ને કાળો..
ગંગા જમુના માં નાય, કાગડો કાળો ને કાળો,
જમવા ને માટે ભાવતા ભોજન,
જીવડા વીણી વીણી ખાય, કાગડો કાળો ને કાળો..
www.gujaratibhajanbank.com
ગંગા જમુના માં નાય, કાગડો કાળો ને કાળો,
રહેવા ને માટે મહેલ અને મેડિયો,
સળિયો ના માળા માં જાય, કાગડો કાળો ને કાળો..
ગંગા જમુના માં નાય, કાગડો કાળો ને કાળો,
કહે વૈરાગી ગુરુ પ્રતાપે,
હે લખ ચોર્યાશી માં જાય, કાગડો કાળો ને કાળો..
www.gujaratibhajanbank.com
ગંગા જમુના માં નાય, કાગડો કાળો ને કાળો,
કદી ના ઉજળો થાય, કાગડો કાળો ને કાળો..
0 Comments