સવાર કાલ કોણે જોઈ છે | Savar Kale Kone Joi Che Bhajan Lyrics
હરી ભજન કરો આજે, સવાર કાલ કોણે જોઈ છે,
પ્રભુ ભજન કરો આજે, સવાર કાલ કોણે જોયું છે..
www.gujaratibhajanbank.com
પ્રાણ પંખીડું તારૂં પલમાં ઉડી જશે,
કાયા તારી રાખમાં રોળાશે,
સવાર કાલ કોણે જોયું છે..
બાગમાં કેવા રૂડાં ફુલડાં ખીલ્યા છે,
કાલે કરમાઈ જાશે,
સવાર કાલ કોણે જોયું છે..
www.gujaratibhajanbank.com
ફળો વીણીને જુઓ ટોપલામાં ભરીયા,
કાલે સવારે સડી જાશે,
સવાર કાલ કોણે જોયું છે..
ચણેલા જુઓ આ રાત્રી ના કિલ્લા,
કાલે સવારે પડી જાશે,
સવાર કાલ કોણે જોયું છે..
www.gujaratibhajanbank.com
કાચી માટીનો ઘાટ ઘડુલીયો,
પલમાં ક્યારે ફુટી જાશે,
સવાર કાલ કોણે જોયું છે..
કાયા કાચા સુતરનો તાંતણો,
પલમાં ક્યારે તુટી જાશે,
સવાર કાલ કોણે જોયું છે..
www.gujaratibhajanbank.com
કાયા તારી કાચનો કુપો,
ભાંગીને થઈ જશે ભુક્કો,
સવાર કાલ કોણે જોયું છે..
પ્રાણ પંખીડું તારૂં પલમાં ઉડી જશે,
કાયા તારી રાખમાં રોળાશે,
સવાર કાલ કોણે જોયું છે..
www.gujaratibhajanbank.com
મારું મારું કરી મેળવ્યું સઘળુ,
સઘળું અહીં પડી રહી જાશે,
સવાર કાલ કોણે જોયું છે..
દાન કરી લ્યો પુન્ય કરી લ્યો,
માળા કરી લ્યો ભજન કરી લ્યો,
હાથે કરેલું સાથે આવે,
સવાર કાલ કોણે જોયું છે..
www.gujaratibhajanbank.com
આજ કાલ કરવામાં સમય નો ગાળશો,
ભક્તિ નું ભાતું ભરો આજે,
સવાર કાલ કોણે જોયું છે..
ગોસાઈ નયના તો શિવ ગુણ ગાવે,
જન્મ મરણ મટી જાશે સવાર,
કાલ કોણે જોયું છે...
www.gujaratibhajanbank.com
હરી ભજન કરો આજે,
સવાર કાલ કોણે જોયું છે..
0 Comments