મારો ઠાકર પરણવા આવે છે - લગ્નગીત | Thakar Paranva Ave Che Tulsi Vivah Special

 ઠાકર પરણવા આવે છે - લગ્નગીત | Thakar Paranva Ave Che Tulsi Vivah Special

 

આવે છે રે આવે છે મારો ઠાકર પરણવા આવે છે

આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે

 www.gujaratibhajanbank.com

 આનંદ આનંદ આજે થયો છે

હે જી મારા હૈયાને હરખાવે છે મારો ઠાકર પરણવા આવે છે

આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે...


વિધવિધ જાતના વાજિંત્રો વાગતા

હે જી ઢોલીડો ઢોલ ઢમકાવે છે મારો ઠાકર પરણવાને આવે છે

આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે...

www.gujaratibhajanbank.com

 ઠાકરના મંગળ ગીત ગાય છે

ઓલા વેવાઈ ને સંભળાવે છે મારો વાલો પરણવા આવે છે

આવે છે રે આવે છે મારો ઠાકર પરણવા આવે છે...


કોઈ આમ નાચતા કોઈ તેમ નાચતા 

તો મુખડા ને મલકાવે છે મારો ઠાકર પરણવા આવે છે...

આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે...

www.gujaratibhajanbank.com

'સોનલ' રંગલો જામ્યો મજાનો

હે જી રામભક્ત રસ છલકાવે છે મારો વાલો પરણવા આવે છે...

આવે છે રે આવે છે મારો વાલો પરણવા આવે છે...

Post a Comment

0 Comments