મારા ઠાકોર બન્યા છે વરરાજા | Mara Thakor Banya Che Vararaja Ekadasi Kirtan Lyrics

મારા ઠાકોર બન્યા છે વરરાજા | Mara Thakor Banya Che Vararaja Ekadasi Kirtan Lyrics  



વાગે ઢોલ શરણાયું ને વાજા, 

મારા ઠાકોર બન્યા છે વરરાજા..

 

ઈ તો રાજાઓના મહારાજા, 

મારા ઠાકોર બન્યા છે વરરાજા..

 www.gujaratibhajanbank.com 

માથે છે મુગટ ને કાનોમાં કુંડળ,

ગળે વૈજયંતી માળા, મારા ઠાકોર બન્યા છે વરરાજા.. 

 

ધોળી છે ધોતી ને કેસરિયા વાઘા,

ગીતો પીળી પાંભરી વાળા, મારા ઠાકોર બન્યા છે વરરાજા.. 

www.gujaratibhajanbank.com 

હાથે બાજુબંધ ને મોરલી વાળા,

ઈ તો કાળી કામળી વાળા, મારા ઠાકોર બન્યા છે વરરાજા..

 

નંદબાવા ને હરખ ના માય,

જશોદાજી ગાંડાઘેલા થાય, મારા ઠાકોર બન્યા છે વરરાજા..

www.gujaratibhajanbank.com 

સાથે ગોવાળોની ટોળી છે મોટી,

ગોપી સર્વે મંગળ ગાયે, મારા ઠાકોર બન્યા છે વરરાજા.. 

 

અનાથો ના નાથ આજે પરણવાને જાય,

દેવો સૌ ફૂલડે વધાવે, મારા ઠાકોર બન્યા છે વરરાજા..

www.gujaratibhajanbank.com 

ડાકોર ના ઠાકોર ને ઘણી ઘણી ખમ્મા,

રાધેશ્યામ મંડળ ગુણ ગાયે, મારા ઠાકોર બન્યા છે વરરાજા..

Post a Comment

0 Comments