મારો માંડવો રઢિયાળો | Maro Mandavo Radhiyaro Lagnageet Lyrics
મારો માંડવો રઢિયાળો,
પીળી છાબલીએ છવરાવો માણારાજ,
લાડે કોડે દીકરી/દીકરો પરણાવો માણારાજ..
www.gujaratibhajanbank.com
બેનના/વીરના દાદા ને તેડાવ્યા,
સાથે દાદી ને તેડાવ્યા માણારાજ,
લાડેકોડે લાડકડી/લાડકડો પરણાવે માણારાજ..
બેનના/વીરના કાકા ને તેડાવ્યા,
સાથે કાકી ને તેડાવ્યા માણારાજ,
લાડેકોડે ભત્રીજી/ભત્રીજો પરણાવે માણારાજ..
www.gujaratibhajanbank.com
બેનના/વીરના મામા ને તેડાવ્યા,
સાથે મામી ને તેડાવ્યા માણારાજ,
લાડેકોડે ભાણેજબા/ભાણેજભાઈ પરણાવે માણારાજ..

0 Comments