ઓઢી નવરંગ ચૂંદડી | Odhi Navrang Chundadi Lagnageet Lyrics
ઓઢી નવરંગ ચૂંદડી,
પાયે ઝાંઝર નો ઝણકાર, હાથે ચૂડલાનો ખનકાર..
મ્હાયરામાં આવે મલકતા મલકતા મલકતા..
www.gujaratibhajanbank.com
બેનીએ સાડી પહેરી છે સવા લાખની,
બેનીએ સેલું પહેર્યું છે મોંઘા મૂલનું,
તોય બેની ને પાનેતરમાં શોભ,
મ્હાયરામાં આવે મલકતા મલકતા મલકતા..
બેની એ હાંસડી પહેરી છે સવા લાખની,
બેની એ હારલો પહેર્યો છે મોંઘા મૂલનો,
તોય બેની ને વરમાળા નો શોભ,
મ્હાયરામાં આવે મલકતા મલકતા મલકતા..
www.gujaratibhajanbank.com
બેની એ ચૂડલો પહેર્યો છે સવા લાખનો,
બેની એ કડલા પહેર્યા છે મોંઘા મૂલ ના,
તોય બેની ને મીંઢળ નો શોભ,
મ્હાયરામાં આવે મલકતા મલકતા મલકતા..
www.gujaratibhajanbank.com

0 Comments