માંડવડે કઈં ઢાળો ને બાજોઠી | Mandavde Kai Dhalo Ne Bajoth Lagngeet Lyrics
માંડવડે કઈં ઢાળો ને બાજોઠી,
કે ફરતી મેલોને કંકાવટી..
www.gujaratibhajanbank.com
કે તેડાવો રે મારે કાશી નગરીના જોશી,
કે આજ મારે લખવી છે કંકોતરી..
કે બંધાવો રે મારા નાના ભાઈને છેડે,
કે જાય બેની મોટી બેનના સાસરે..
www.gujaratibhajanbank.com
કે બેની તમે સુતા છો કે જાગો,
તમારે મૈયાર પગરણ આદર્યા..
કે વીરા રે તમે કિયા તે દેશથી આવ્યા
કે કિયા શેરમાં તમારા બેસણાં..
www.gujaratibhajanbank.com
કે બેની રે અમે મુંબઈ શહેરથી આવ્યા,
કે ઘાટકોપર ગામમાં અમારા બેસણાં..
કે વીરા રે તમે કિયા તે ભાઈના મોભી,
કઈ માતાના ઉદર રે વસ્યા..
www.gujaratibhajanbank.com
કે બેની રે અમે શાંતિલાલભાઈના મોભી,
કે સુશીલાબેન માતાના ઉદર રે વસ્યા..
કે વીરા રે તને ઝબલે ને ટોપીયે દીઠા,
કે પાઘડી પોષાકે વીર ન ઓળખ્યો,
કે બેની તને પૈસાનો મદ મોટો..
www.gujaratibhajanbank.com

0 Comments