તને કોણે ગોતી રે ક્યાંથી આવી | Tane Kone Goti Re Kyathi Aavi Lagngeet Lyrics
હારે પેલી નીરુમતી રે,
તને કોણે ગોતી રે ક્યાંથી આવી,
મારા નરેશભાઈ ની જિંદગી બગાડી..
www.gujaratibhajanbank.com
પિયરમાં હતી ત્યારે ઓટલા રે ભાંગતી,
હારે તે તો ભાગ્યા છે પિયરના ઓટલા,
તને ક્યાંથી આવડે બાજરાના રોટલા..
હારે પેલી શીતલમતી રે,
તને કોણે ગોતી રે ક્યાંથી આવી,
મારા વિશાલભાઈ ની જિંદગી બગાડી..
www.gujaratibhajanbank.com
પિયરમાં હતી ત્યારે શેરીમાં ભાટકતી,
હા રે તું તો શેરીમાં કુદતીને નાચતી,
તને ક્યાંથી આવડે લાડવાને લાપસી..
હારે પેલી જાગુંમતી રે,
તને કોણે રે ગોતી રે ક્યાંથી આવી,
મારા જયેશભાઈ ની જિંદગી બગાડી..
www.gujaratibhajanbank.com
પિયરમાં હતી ત્યારે અવેડા માં નાતી,
હારે તે તો કાયઢા છે અવેડા ના ડાટા,
તને ક્યાંથી આવડે પીઝા બર્ગર ખાતા..
હારે પેલી ગીતામતી રે,
તને કોણે ગોતી ક્યાંથી આવી,
મારા પ્રમોદભાઈ ની જિંદગી બગાડી..
www.gujaratibhajanbank.com
પિયરમાં હતી ત્યારે કઢી માટે રોતી,
હારે તે તો ખાધા છે કઢીને ખીચડી,
તને ક્યાંથી આવડે દૂધ પાક રબડી..
મારે પેલી વીણામતી રે,
તને કોણે ગોતી ક્યાંથી આવી,
મારા દિનેશભાઈ ની જિંદગી બગાડી..
www.gujaratibhajanbank.com
પિયરમાં હતી ત્યારે ગાયું ભેંસો ચારતી,
હારે તે તો ચાઈરા છે પિયર ના ડોબા,
તને ક્યાંથી આવડે ઈડલી ને ઢોસા..
હારે પેલી સોનલમતી રે,
તને કોણે ગોતી ક્યાંથી આવી,
મારા ચેતનભાઈ ની જિંદગી બગાડી..
www.gujaratibhajanbank.com
પિયરમાં હતી ત્યારે પોદરા રે વીણતી,
હારે તે તો પોદરા વીણીને થાયપા છાણા,
તને ક્યાંથી આવડે ઉટકતા ભાણા..

0 Comments