કલ્યાણ ક્યાંથી થાશે રે | Kalyan Kyathi Thase Re Bhajan Lyrics
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે..
કીર્તન કર્યા પણ કપટના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે..
www.gujaratibhajanbank.com
દર્શન કર્યા પણ દગા ના મુક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે...
મંદિર ગયા પણ મેલ ન મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે...
www.gujaratibhajanbank.com
ધ્યાન ધર્યા પણ ઢોંગ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,,
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે...
જપ કર્યા પણ જૂઠ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે...
www.gujaratibhajanbank.com
પાઠ કર્યા પણ પાપ ના મુક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે...
પૂજા કરી પણ પ્રપંચ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,
કથા સુણી પણ કલેશ ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે...
www.gujaratibhajanbank.com
માળા કરી પણ ચાળા ના મૂક્યા, કલ્યાણ ક્યાંથી થાશે રે,

0 Comments