એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા | Ek Bhar Re Jobaniyama Betha Beniba Lagnageet Lyrics
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબા,
દાદાએ હસીને બોલાવિયાં રે,
દિકરી તમારી દેહ રે દૂબળી,
કાં રે આંખલડી જળ ભરી ?
www,gujaratibhajanbank.com
નથી રે દાદાજી અમે દેહ રે દૂબળાં,
નથી રે આંખલડી જળ ભરી રે....
કેવો તે વર તમને ગમશે બેનીબા??
www,gujaratibhajanbank.comએક ઉંચો તે વર ના જોશો દાદાજી,
ઊંચો તે નિત્ય નેવા ભાંગે રે લોલ.
એક નીચો તે વર ના જોશો દાદાજી,
નીચો તે નિત્ય દેખ આવે રે લોલ.
એક કાળો તે વર ના જોશો દાદાજી,
કાળો તે કુટુંબ લજાવે રે લોલ.
એક ગોરો તે વર ના જોશો દાદાજી,
ગોરાને નિત્ય નજરું લાગે રે લોલ.
www,gujaratibhajanbank.comએક કેડે પાતળિયો મુખે શામળિયો,
એવો મારી સૈયરે વખાણીયો..
એક પાણી ભરતી પનિહારીએ વખાણીયો,
ભલો રે વખાણ્યો મારી ભાભીએ..
www,gujaratibhajanbank.com

0 Comments