તમે રામ ભજનમાં આવજો રે | Tame Raam Bhajanma Aavjo Re Bhajan Lyrics

 તમે રામ ભજનમાં આવજો રે | Tame Raam Bhajanma Aavjo Re Bhajan Lyrics

તમે રામ ભજનમાં આવજો રે,

કોઈ આવે તેને સાથે તેડી લાવજો રે..

 www.gujaratibhajanbank.com

તમે રામ ભજનમાં આવજો રે, 

છોડો છોડો ઘડીક ઘરબારને રે..

 

પડતી મેલોને પારકી પંચાતને રે,

તમે રામ ભજનમાં આવજો રે..

 www.gujaratibhajanbank.com

નથી ધન દોલત કોઈ કામની રે, 

તમે માળા કરી લ્યો રામ નામની રે,

હે તમે રામ ભજનમાં આવજો રે.. 

 

જન મારો ગયો કામ કાજમાં રે, 

નો રાખ્યા કદી રામને ધ્યાનમાં રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 www.gujaratibhajanbank.com

ત્યાં નદીઓના નીર આડા આવશે રે, 

ત્યાં રામ આવીને તારશે રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 

આવો અવસર ફરી પાછો નહી મળે રે, 

માટે હરિ ભજન કરો ભાવથી રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 www.gujaratibhajanbank.com

ભવસાગરમાં ડૂબી તારી નાવડી રે, 

હરિ ભજવાની રીત તોય નો આવડી, 

તમે રામ ભજનમાં આવજો રે..

 

તારી જિંદગી ગઈ ગોથા મારતી રે, 

પાંચ પુણ્ય કર્યા નહી ભાવતી રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 www.gujaratibhajanbank.com

જાવું પડશે મૂકીને પલવારમાં રે, 

કાઈ આવશે નહીં તારી સાથમાં રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 

વયા ગયા રાજાને ઘણા રાજીયા રે, 

એના નામની શાન પણ નથી રહ્યા રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 www.gujaratibhajanbank.com

વિજય કહે ભક્તો તમે ચેતજો રે, 

હરિ ભજનમાં જિંદગી વિતાવજો રે, 

તમે રામ ભજનમાં આવજો રે..

 

હે તમે રામભ ભજનમાં આવજો રે,

તમે રામ ભજનમાં આવજો રે..

www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments