લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો | Lili Draksh CHhayano Beni Baa No Mandavo Lagngeet Lyrics
લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો કે માંડવે લીલી છે નાગરવેલ રે રોપાઓ બેની બા નો માંડવો લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો...
www.gujaratibhajanbank.com
બેનીબા કાકા ને પૂછે કાકા આનંદ શેનો છે આપણે આંગણે ભત્રીજી તમને પરણાવું રૂડી જાનુ તેડાવું આપણે આંગણે લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો... બેનીબા મામા ને પૂછે મામા આનંદ શાનો છે આપણે આંગણે ભાણેજ બા તમને પરણાવું મોંઘા મોસાળા લઈ આવું આપણે આંગણે લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો...
www.gujaratibhajanbank.com
બેની બા દાદાને પૂછે દાદા આનંદ શાનો છે આપણે આંગણે દીકરી તમને પરણાવું રૂડા મંડપ રોપાવું આપણે આંગણે લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો... બેની બા વીરા ને પૂછે વીરા આનંદ શાનો છે આપણે આંગણે લાડકી તમને પરણાવું રૂડા કુટુંબ તેડાવું આપણે લીલી દ્રાક્ષ છાયાનો બેની બા નો માંડવો...
www.gujaratibhajanbank.com

0 Comments