પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા | Potana Nadya Bhai Potana Nadya Bhajan Lyrics
પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
www.gujaratibhajanbank.com
હે મીરાંબાઈ એ ભજન કર્યા,
એનો રાણા એ વિરોધ કર્યો..
મારા વાલા ને જેર પીવા આવવા તો પડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
પ્રહલાદજી એ ભજન કર્યા,
એનો પિતા એ વિરોધ કર્યો..
નરસિંહ રૂપે દર્શન દેવા આવવા તો પડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
www.gujaratibhajanbank.com
શકુબાઇ એ ભજન કર્યા,
એનો સાસુ એ વિરોધ કર્યો,
મારા વાલા ને બેડે પાણી ભરવા તો પડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
દ્રોપદી એ ભજન કર્યા એનો ડેરીડે વિરોધ કર્યો,
મારા વાલા ને ચીર પૂરવા આવવા તો પડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
www.gujaratibhajanbank.com
ભક્તોએ ભજન કર્યા એનો જગતે વિરોધ કર્યો,
મારા વાલા ને દર્શન દેવા આવવા તો પડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
પોતાના નડ્યા ભાઈ પોતાના નડ્યા,
જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા..
www.gujaratibhajanbank.com

0 Comments