આવી રૂડી આંબલિયાની ડાળ | Aavi Rudi Ambaliyani Daal Lagnageet Lyrics
આવી રૂડી આંબલિયાની ડાળ,
હીંચકો રે બાંધ્યો હીરનો રે, માણારાજ
www.gujaratibhajanbank.com
હે... દાદા મોરા, દાદા તમારે દેવું હોય તે દેજો,
છલાની વાટે મારે હાલવું રે, માણારાજ
હે... દાદા એ દીધા, દાદા એ દીધા કાળજાના દાન,
દીકરીને સાસરે વળાવિયા રે, માણારાજ
www.gujaratibhajanbank.com
હે... મામા મારા, મામા તમારે દેવું હો તે દેજો,
છલાની વાટે મારે હાલવું રે, માણારાજ
હે... મામા એ દીધા, મામાએ દીધા મામેરાંના દાન,
ભાણેજબાને હેતે વળાવિયા રે, માણારાજ
www.gujaratibhajanbank.com
હે... કાકા મોરા, કાકા તમારે દેવું હોય તે દેજો,
છલાની વાટે મારે હાલવું રે, માણારાજ
હે... કાકાએ દીધા, કાકાએ દીધા વેલડિયુંના દાન,
ભત્રીજીને વહાલે વળાવિયા રે, માણારાજ
www.gujaratibhajanbank.com

0 Comments