હેતે લખીએ કંકોત્રી રે લોલ | Hete Lakhiye Kankotri Re Lol Lagnageet Lyrics
હેતે લખીએ કંકોત્રી રે લોલ,
લખીએ રૂડા ઠાકોરજી ના નામ જો,
કુળદેવી માત વેલા આવજો રે લોલ..
www.gujaratibhajanbank.com
લખીએ રૂડા તુલસીજી ના નામ જો,
કુળદેવી માત વેલા આવજો રે લોલ...
અવસર આવ્યો છે મારે આંગણે રે લોલ,
લગ્નના કાંઈ વાગે રૂડા ઢોલ જો,
કુળદેવી માત વેલા આવજો રે લોલ...
www.gujaratibhajanbank.com
સુખડ ના મંડપ રોપાવીયા રે લોલ,
બાંધ્યા છે કઈ લીલુડા તોરણ જો,
કુળદેવી માત વેલા આવજો રે લોલ...
આવીને અવસર ઉજાળજો રે લોલ,
બાળુડા ને આપજો આશિષ જો,
કુળદેવી માત વેલા આવજો રે લોલ...
www.gujaratibhajanbank.com

0 Comments