વ્રજમાં ગોકુળિયું છે ગામ, વાલમ જુમખડું રે - ભજન શબ્દો | Vrajma Gokuliyu Che Gaam, Valam Jumakhdu Re lyrics
વ્રજમાં ગોકુળિયું છે ગામ, વાલમ જુમખડું રે...
નંદરાય ગાયો ચારવા જાય, વાલમ જુમખડું રે...
યશોદા મન મા મુજાય, વાલમ ઝુમખડું રે...
નંદરાય ગાયો ચારી આવ્યા, વાલમ જુમખડું રે...
યશોદા કેમ બેઠા ઉદાસ, વાલમ જુમકડુ રે...
www.gujaratibhajanbank.com
એ આપણો કાનો થયો છે મોટો, વાલમ ઝુમખડું રે...
ક્યાંક કરો સગાઈની વાત, વાલમ ઝુમખડું રે
કાના ના માંગા લઈને જાવ...વાલમ ઝુમખડું રે
યશોદા બરસાનામાં આવ્યા...વાલમ ઝુમખડું રે
ભાભી ક્યાં છે મારો ભાઈ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
ભાભી મો મરડીને બોલયા...વાલમ ઝુમખડું રે
નણદલ સુરે પડ્યા કામ...વાલમ ઝુમખડું રે
કાના ના માંગા લઈને આવી...વાલમ ઝુમખડું રે
તમારી રાધા અમને આલો...વાલમ ઝુમખડું રે
તારો કાનો છે બહુ કાળો...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
મારી રાધા છે રૂપાળી...વાલમ ઝુમખડું રે
ઈ તો માખણ ચોરી ખાઈ ...વાલમ ઝુમખડું રે
એને કોણ દીકરી દેશે ...વાલમ ઝુમખડું રે
જશોદા ગોકુળિયામાં આવ્યા ...વાલમ ઝુમખડું રે
કાનો ગાયો ચારી આવ્યો...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
એ તો માતા કેમ બેઠા ઉદાસ ...વાલમ ઝુમખડું રે
તારા માંગા પાછા આવ્યા ...વાલમ ઝુમખડું રે
માતા એમાં શું મૂંઝાણા ...વાલમ ઝુમખડું રે
આપણા ગામમાં ક્યાં છે તાણે ...વાલમ ઝુમખડું રે
એનું રાધા પાડું નામ ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
એમાં રાધા પડી માંદી...વાલમ ઝુમખડું રે
સારા વેદને તેડાવો ...વાલમ ઝુમખડું રે
વૈદ નાડ તપાસે ...વાલમ ઝુમખડું રે
આમાં હું કાંઈ ન જાણું ...વાલમ ઝુમખડું રે
આખું બરસાના મું જાણું ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
એમાં એક ગોપી બોલી...વાલમ ઝુમખડું રે
આમાં કાનો કાઈક જાણે ...વાલમ ઝુમખડું રે
રાધાની માં ગોકુળિયામાં આવ્યા...વાલમ ઝુમખડું રે
રે નણદી ક્યાં છે મારો કાન...વાલમ ઝુમખડું રે
ભાભી શું રે પડ્યા કામ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
મારી રાધા પડી માંદી... વાલમ ઝુમખડું રે
એમાં કાનો કાઈક જાણે... વાલમ ઝુમખડું રે
કાનો મનમાં હરખાય ...વાલમ ઝુમખડું રે
કેવો આવ્યો આજે લાગ ...વાલમ ઝુમખડું રે
કાનો બરસાનામાં આવ્યો ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
રાધા ના કાનમાં કાંઈક કીધું...વાલમ ઝુમખડું રે
રાધા આરસ મરડીને ઉઠી ...વાલમ ઝુમખડું રે
તારી મારી જોડી થઈ ગઈ ...વાલમ ઝુમખડું રે
તારી મારી જોડી જામશે ...વાલમ ઝુમખડું રે
આખું બરસાના હરખું ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
આપણી વાત કોઈના જાણે ...વાલમ ઝુમખડું રે
અમારી રાધા તમને આલી ...વાલમ ઝુમખડું રે
કાનાને લગનીયા લેવડાવ્યા...વાલમ ઝુમખડું રે
રાધા ના મંગળીયા ગવડાવો ...વાલમ ઝુમખડું રે
રૂડા માંડવડા રોપાવો...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
રાધાને વરમાળા પેરાવો ...વાલમ ઝુમખડું રે
હો કાનો ગોકુળિયામાં આવ્યો ...વાલમ ઝુમખડું રે
કાનો રાધા પરણી આવ્યો ...વાલમ ઝુમખડું રે
માતાએ મોતીડે વધાવ્યા ...વાલમ ઝુમખડું રે
કાના ના વિવા જે કોઈ ગાશે ...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
એનો વ્રજમાં વાસ થાશે ...વાલમ ઝુમખડું રે
રાધા ના રીવા જે કોઈ ગાશે...વાલમ ઝુમખડું રે
એને યમુના પાન થશે...વાલમ ઝુમખડું રે
www.gujaratibhajanbank.com
0 Comments