હારે મારો કા’નો પાંચ વરસનો - ભજનના શબ્દો | Hare Maro Kanho Panch Varasno Bhajan Lyrics
હારે મારો કા’નો પાંચ વરસનો,
હારે તારી રાધા સાત વરસની,
કે જોડી એની નહિ જામે રે...
હારે મારો કા’નો છે બહુ કાળો,
હારે તારી રાધા છે રૂપાળી,
કે રંગ એનો નહિ જામે રે...
www.gujaratibhajanbank.com
હારે મારો કા’નો છે તોફાની,
હારે તારી રાધા છે અભિાની,
કે રમત એની નહિ જામે રે...
હારે મારા કા’નાને ભાવે માખણ,
હારે તારી રાધાને ભાવે રમું,
કે જમણ એનું નહિ જામે રે...
www.gujaratibhajanbank.com
હારે નાગ કા’નને માથે મુગટ,
હારે તારી રાધા કાઢે ઘુંઘટ,
કે મુખ એનું કેમ જોશે રે...
હારે મારો કા'નો રાસ રમાડે,
હારે તારી રાધા રમવાને આવે,
કે રાસ બહુ જામશે રે...
www.gujaratibhajanbank.com
હારે મારો કા'નો રોજ બોલાવે,
હારે તારી રાધા મળવાને આવે,
કે સંગ એનો બહુ જામે રે...
હારે મારા કા’નાને પીળુ પીતાંબર,
હારે તારી રાધાને ચણીયા ચોળી,
કે જોડી એની બહુ જામે રે...
હારે મારો કા'નો વ્રજનો રાજા,
હારે તારી રાધા વ્રજની રાણી,
કે જોડી એની બુહ જામે રે...
www.gujaratibhajanbank.com
0 Comments