મારા કૃષ્ણ કનૈયા નંદલાલ ભજનના શબ્દો | Mara Krishna Kanaiya Nandlal Bhajan Lyrics
મારા કૃષ્ણ કનૈયા નંદલાલ,
બુઢાપો ના દેજો...
દીકરો અમારો ખુબ પૈસાવાળો,
એ તો ઘડી ના બેસે મારી પાસ
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
દીકરા નો દીકરો ખુબ ભણેલો,
એ તો છેટે થી કરે મને હાય,
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
www.gujaratibhajanbank.com
દીકરા ની દીકરી લાડકવાયી,
મારી જોડે ના કરે વાત,
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
રૂપિયા ની તિજોરી ખુબ ભરેલી,
એની ચાવી વહુ ને હાથ,
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
www.gujaratibhajanbank.com
દીકરી અમારી સાસરિયામાં,
કોને કહું દિલડા ની વાત,
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
સૌ પે સવાઈ મારી પેલી પાડોશણ,
એ તો મંદિરિયે આવે મારી સાથ,
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
www.gujaratibhajanbank.com
સૌ પે સવાઈ મારી પેલી ગોપી,
એ તો સત્સંગ માં આવે મારી સાથ,
બુઢાપો ના દેજો... મારા કૃષ્ણ કનૈયા નંદલાલ...
સૌ પે સવાયો મારો કૃષ્ણ કનૈયો,
મને લઈ જાય વૈકુંઠધામ,

0 Comments