વેલા આવો મોડા આવો એમાં વાંધો નઇ | Vehla Aavo Moda Aavo Ema Vandho Nai Bhajan Lyrics

 વેલા આવો મોડા આવો એમાં વાંધો નઇ | Vehla Aavo Moda Aavo Ema Vandho Nai Bhajan Lyrics

 

વેલા આવો મોડા આવો એમાં વાંધો નઇ,

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નઇ..

 

તાળી પાડો નો પાડો એમાં વાંધો નઇ,

બીજા તાળી પાડે એમાં ભંગ પાડશો નઇ..

 www.gujaratibhajanbank.com

દીકરાને દીકરી ભલે પરણાવ્યા,

કન્યાદાન દીધા તો ભલે રે દીધા,

મે દીધું મેં દીધું એમ કહેશો નહી,

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 

વેલા આવો મોડા આવો એમાં વાંધો નહી, 

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 www.gujaratibhajanbank.com

સાધુને સંતો ભલે તેડાવ્યા,

પૂનદાન કરયા તો ભલે રે કર્યા,

મે કર્યું મે કર્યું એમ કહેશો નહી,

સત્સંગમાં આવ્યા પછી વાતું કરશો નહી..

 

તાળી પાડો નો પાડો એમા વાંધો નહી,

બીજા તાળી પાડે એમાં ભંગ પડશો નહી..

 www.gujaratibhajanbank.com

સાસુને સસરાને ભલે રે રાખ્યા,

શીરો ખવડાવ્યો તો ભલે ખવડાવ્યો,

મે ખવડાવ્યું મે ખવડાવ્યો એમ કહેશો ની,

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 

વેલા આવો મોડા આવો એમાં વાંધો નહી,

સતસંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 www.gujaratibhajanbank.com

કથામાં જાવ તો ભાવથી રે જાજો,

હે સતસંગમાં જાવતો પ્રેમથી રે જાજો,

હું ગઈતી હું ગઈતી એમ કહેશો નહી,

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 

મોટર વસાવી તો ભલે વસાવી,

બંગલા બનાવ્યા તો ભલે બનાવ્યા,

મે બનાવ્યા મેં બનાવ્યા એમ કહેશો નહીં,

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 www.gujaratibhajanbank.com

વેલા આવો મોડા આવો એમાં વાંધો નહી,

સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહી..

 

હે તાળી પાડો નો પાડો એમાં વાંધો નહી,

બીજા તાળી પાડે એમાં ભંગ પડશો નહી..

 www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments