બે હાથે તાળી પાડો હાથમા જોર છે કે નય | Be Hathe Tali Pado Hathma Jor Che Ke Nai Bhajan Lyrics
બે હાથે તાળી પાડો હાથ માં જોર છે કે નય,
મુખે રાધેશ્યામ બોલો મુખમાં જીભ છે કે નય..
શ્યામ નામ સૌ ને વાલુ તમને વાલુ છે કે નય,
મીરાંબાયે ભક્તિ કરી તમને ખબર છે કે નય..
www.gujaratibhajanbank.com
વાલે મારે ઝેર પીઘા તમને ખબર છે કે નય,
શબરીબાઈ ના ઘરે ગ્યાતા તમને ખબર છે કે નય..
એઠા મીઠાં બોર ખાધા તમને ખબર છે કે નય,
નરસૈયા ઘરે ગ્યાતા તમને ખબર છે કે નય..
www.gujaratibhajanbank.com
શામળશાની જાન જોડી તમને ખબર છે કે નય,
શકુબાઇ ભક્તિ કરી તમને ખબર છે કે નય..
વાલે મારે પાણી ભર્યા તમને ખબર છે કે નય,
દ્રૌપદીયે ભક્તિ કરી તમને ખબર છે કે નય..
www.gujaratibhajanbank.com
વાલે મારે ચીર પૂર્યા તમને ખબર છે કે નય,
બે હાથે તાળી પાડો હાથમા જોર છે કે નય..
0 Comments