વનમાં સીતાજી હાલરડું ગવરાવે | Vanma Sitaji Halardu Gavdave Bhajan Lyrics

 વનમાં સીતાજી હાલરડું ગવરાવે | Vanma Sitaji Halardu Gavdave Bhajan Lyrics

વનમાં સીતાજી હાલરડું ગવરાવે,

ઝુલાવે છે જગતની માતા રે,

લવ-કુશ મારા કુંવર કોડીલા,

મારા કુંવર લાડીલા...

 www.gujaratibhajanbank.com

મારા કુંવર લાડકડા દાદાને બોલાવે,

નથી દશરથ રાજા, નથી જનક રાજા,

એને ઋષિ મુનિને દાદા માનો રે,

લવ-કુશ મારા કુંવર કોડીલા...

 

મારા કુંવર લાડકડા દાદીને બોલાવે,

નથી કૌશલ્યા માતા, નથી સુમિત્રા માતા,

એને ઋષિ પત્નીને દાદી માનો રે,

લવ-કુશ મારા કુંવર કોડીલા...

 www.gujaratibhajanbank.com

મારા કુંવર લાડકડા કાકાને બોલાવે,

નથી લક્ષ્મણ કાકા, નથી ભરત કાકા,

એને વનના ભીલોને કાકા માનો રે,

લવ-કુશ મારા કુંવર કોડીલા...

www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments