સારા કર્યા કામ કે કાળા કર્યા કામ | Sara Karya Kaam Ke Kala Karya Kaam Bhajan Lyrics
ચોપાઈ -
|| કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા
જો જસ કરહી સો તસ ફલ ચાખા ||
www.gujaratibhajanbank.com
સારા કર્યા કામ કે કાળા કર્યા કામ,
અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ..
કોઈના સંસાર માં સળગાવી હોળી,
કોઈની પરમારથ થી છલકાવી ઝોળી..
કેવું જીવન જીવ્યા આ ધરણીને ધામ,
અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ..
www.gujaratibhajanbank.com
કોઈને સૌ વંદે ને કોઈને સૌ નીંદે,
કર્મો પ્રમાણે સૌ આંગળીઓ ચીંધે..
જેવી જેની કરણી તેવું પંકાશે નામ,
અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ..
વડલો વાવ્યો એને મળવાની છાયા,
બાવળ વાવ્યો એતો કાંટે ઘવાયા..
www.gujaratibhajanbank.com
બિંદુ કહે જીતવાને જીવન સંગ્રામ,
અરીસામાં જુઓ તમે રાવણ છો કે રામ..
0 Comments