મારા હરિનો દશમો ભાગ ભજન | Mara Hari No Dashmo Bhag Bhajan Lyrics

મારા હરિનો દશમો ભાગ ભજન | Mara Hari No Dashmo Bhag Bhajan Lyrics

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે સીધા રઈને, 

ગમે તે રૂપે લઇ જાય, આપી દ્યો તમે સીધા રહીને..

 www.gujaratibhajanbank.com

તમારા ઘરમાં ઝગડા રે થાશે, 

વકીલ બનીને લઇ જાય, આપી દ્યો તમે સીધા રહીને, 

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે  સીધા રઈને..

તમારા ઘરમાં બીમારી આવશે, 

ડૉક્ટર બની ને લઇ જાય, આપી દ્યો તમે સીધા રહીને, 

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે સીધા રઈને..

  www.gujaratibhajanbank.com

તમારા દીકરા એવા રે થાશે, 

દારૂ જુગાર માં હારી જાય, આપી દ્યો તમે સીધા રહીને, 

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે  સીધા રઈને..

તમારા ઘરમાં ચોરી રે થાશે, 

વાળી ચોળી ને લઇ જાય, આપી દ્યો તમે સીધા રહીને, 

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે સીધા રઈને..

  www.gujaratibhajanbank.com

તમારા ઘરમાં આગ જ લાગશે, 

બળી ને ખાખ થઈ જાય, આપી દ્યો તમે સીધા રહીને,

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે સીધા રઈને..

નરસિંહ મહેતાનો નાથ, દયા નો સાગર છે, 

આપી દેશે વ્યાજનું વ્યાજ, આપી દ્યો તમે સીધા રહીને, 

મારા હરિનો દશમો ભાગ, આપી દ્યો તમે સીધા રઈને..

  www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments