વાડીના અમે છોડવા રે લોલ ભજન | Vadina Ame Chhodva Re Lol Bhajan Lyrics
માડી તારી આડી વાડીને ફુલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ,
માડી તે તો છોડવાને ઉછેર્યો,
પાણી પાઈને મોટો કર્યો રે લોલ...
માડી તારા મઢડે વાંજીયા આવે,
પુત્ર દઈને રાજી કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફુલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ...
www.gujaratibhajanbank.com
માડી તારા મઢડે આંધળા આવે,
આંખ્યું દઈને રાજી કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફૂલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ...
માડી તારા મઢડે પાંગળા આવે,
પગ દઈને રાજી કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફૂલવાડી,
વાડી ના અમે છોડવા રે લોલ...
www.gujaratibhajanbank.com
માડી તારા મઢડે દુબળા આવે,
શક્તિ દઈને રાજી કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફુલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ...
માડી તારે મઢડે નિર્ધન આવે,
ધન દઈને રાજી કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફૂલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ...
www.gujaratibhajanbank.com
માડી તારા મઢડે દુખીયા આવે,
સુખ દઈને રાજી કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફૂલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ...
માડી તારા મઢડે ભક્તો આવે,
દર્શન દઈને ધન્ય કર્યા રે લોલ,
માડી તારી આડી વાડીને ફૂલવાડી,
વાડીના અમે છોડવા રે લોલ...
www.gujaratibhajanbank.com
0 Comments