કાના ની વાડીએ કારેલી ભજન | Kanha Ni Vadiye Kareli Bhajan Lyrics
કાના ની વાડીએ કારેલી,
હું કારેલા વીણવા ગઈ તી મોરી બાય,
કાના ની વાડીએ કારેલી..
www.gujaratibhajanbank.com
મેં વીણી સુણીને ફાટ ભરી,
હુ ફાટ લઈને હાલતી થઈ,
ઓલા કાનાની મને ખબર નહિ,
કાના ની વાડીએ કારેલી..
કાના એ મને સાદ પાડ્યો,
તે કેટલા કારેલા લીધા છે,
તે કોને પૂછીને લીધા છે,
મેં થોડા કારેલા લીધા છે,
તારા કારેલા કડવા છે,
મેં નથી કારેલા લીધા મારી બાઇ,
કાનાની વાડીએ કારેલી..
www.gujaratibhajanbank.com
હું ફાટ લઈને હાલતી થઈ,
મેં આવી ઓરીએ નાખ્યા મારી બાઈ,
કાના ની વાડીએ કારેલી,
મારી પાડોશણ આવી છાસ લેવા,
તું ક્યાંથી કારેલા લાવી છો,
ઇ અમારા ગામમાં ગયા હતા,
ત્યાંથી કારેલા લાવ્યા મારી બાઈ,
કાના ની વાડીએ કારેલી..
મેં કારેલાનું શાક બનાવ્યું,
શાક કડવું થયુ મારી બાઈ,
સાસુ નણદલ જમવા બેઠા,
શાક કડવુ લાગ્યુ મોરી બાય,
કાના ની વાડીએ કારેલી..
www.gujaratibhajanbank.com
સાસુ ખીજાય સુઈ ગયા,
નલદી રીસાઈ ભાગી ગઈ,
સાસુ નણંદને સાદો પડ્યો,
તારી વહુ ને પેટમાં દુખે મારી બાઈ,
કાનાની વાડીએ કારેલી..
સાસુ નણદલ દોડી આવ્યા,
એને મોટા વૈદ તેડાવ્યા,
આ કાનો આવ્યો વૈદ બની,
તમે સેના સેના શાક ખાધા છે,
મેં કારેલાનું શાક ખાધું છે,
તમને એટલે પેટમાં દુખે મારી બાઈ,
કાનાની વાડીએ કારેલી..
www.gujaratibhajanbank.com
ખોટુ કોઈ દી બોલશો નહીં,
ચોરી કોઈ દી કરશો નહીં,
ચોરેલો માલ ખાસો નહીં,
કાના ની વાડીએ કારેલી...
0 Comments