ડોસી ડોસાને એમ કેહ છે રે, હા શહેરમાં રેવા જાવું | Dosi Dosane Em Keh Che Re, Ha Shaherma Reva Javu Bhajan Lyrics
ડોસી ડોસાને એમ કેહ છે રે, હા શહેરમાં રેવા જાવું
ડોશી કેહ ગામડામાં નથી રેવું, હા શહેરમાં રેવા જાવું
www.gujaratibhajanbank.com
મારે મોટા મોટા મોલમાં ફરવું રે, હા શહેરમાં રહેવા જાવું
મારે મોલમાં ખરીદી કરવી રે, હા શહેરમાં રહેવા જાવું
મારે ભેંસોના પોદડા નથી ભરવા, હા શહેરમાં રહેવા જાવું
મારે ઢોળ પાછળ ઢોળ નથી થાવું રે, હા શહેરમાં રહેવા જાવું..
www.gujaratibhajanbank.com
મારે દૂધ ખીચડી નથી ખાવા રે, હા શહેરમાં રહેવા જાવું
મારે પીઝા બર્ગર ખાવા રે, હા શહેરમાં રેવા જાવું
મારે ચણીયોને સાડી નથી પેરવી, હા શહેરમાં રેવા જાવું
મારે પેન્ટને શર્ટ પેરવા રે, હા શહેરમાં રેવા જાવું
www.gujaratibhajanbank.com
મારે મારે લાંબા લાંબા વાળ નથી રાખવા રે, હા શહેરમાં રેવા જાવું
મારે બોય-કટ વાળ રાખવા રે, હા શહેરમાં રેવા જાવું
મારે ખેતરમાં કામ નથી કરવા રે, હા શહેરમાં રેવા જાવું
મારે બ્યુટી પાર્લરમાં જાવું રે, હા શહેરમાં રેવા જાવું
www.gujaratibhajanbank.com
મારે ત્યાં જઈ સ્પેશિયલ કરાવું રે, હા શહેરમાં રેવા જાવું
ત્યાં તો ડોહો ધીરે રહી બોલ્યા રે, હા શહેરમાં રહેવા જાવું
ત્યાં તો ઘરના ના ભાડા બહુ મોગા રે, હા ગામડે સારું છે
ત્યાં તો છાસ દૂધ પૈસેથી મળે રે, હા ગામડે સારું છે
www.gujaratibhajanbank.com
અહી શાક વાડીનું મળે રે, હા ગામડે સારું છે
ત્યાં સવારથી રૂપિયા જોઈએ રે, હા ગામડે સારું છે
ત્યાં પ્રદૂષણ બહું જાજુ રે, હા ગામડે સારું છે
ત્યાં ગાડીઓનો ઘોઘાટ જાજો રે, હા ગામડે સારું છે
www.gujaratibhajanbank.com
અહી શાંતિથી ભજન કરશું રે, હા ગામડે સારું છે
ડોસી કહે મારે વાત નથી સાંભળવી રે, હા શહેરમાં રેવા જાવું
ત્યાં તો ડોસાએ દંડો લીધો રે, હા ગામડે સારું છે
ત્યાં તો ડોસી હેઠા બેઠા રે, હા ગામડે સારું છે
www.gujaratibhajanbank.com
આ તો ડોસીના સપના ના રૂડાયા રે, હા ગામડે સારું છે
0 Comments