ત્રણ વાર ભોજન ભજન એકવાર - ભજન | Tran Vaar Bhojan Bhajan Ekvaar Bhajan LYRICS
ત્રણ વાર ભોજન ભજન એકવાર, તો પણ આવે છે વિઘ્નો હજાર..
મન મારું કે છે કે હરિદ્વાર જાવું, હરિદ્વાર જાઉં હું તો ગંગાજીમાં નાવું,
આવતા જતા રસ્તામાં તાવ આવી જાય, મને તાવ આવી જાય.
એવા એવા આવે છે વિઘ્નો હજાર..
www.gujaratibhajanbank.com
ત્રણ વાર ભોજન ભજન એકવાર, તો પણ આવે છે વિઘ્નો હજાર...
મન મારું કે છે કે મંદિરે જાવું, મંદિરે જાઉં હું તો દર્શન કરી આવું,
જતા જતા રસ્તામાં મહેમાન મળી જાય મહેમાન મળી જાય..
એવા એવા વિઘ્નો આવે છે હજાર..
ત્રણ વાર ભોજન ભજન એકવાર, તો પણ આવે છે વિઘ્નો હજાર,
મન મારું કે છે કે ભજનમાં જાવું, ભજનમાં જાઉં હું તો સત્સંગમાં જાઉં,
જતા જતા મનમાં થયું ઘરે ઘણું કામ મારા ઘરે ઘણું કામ..
એવા એવા વિઘ્નો આવે છે હજાર..
www.gujaratibhajanbank.com
ત્રણ વાર ભોજન ભજન એકવાર, તો પણ આવે છે વિઘ્નો હજાર,
મન મારું કે છે કે દાન કરી આવું, દાન કરી આવું હું તો પુણ્ય કમાવું,
જતા જતા મનમાં થયું મોટો પરિવાર મારો મોટો પરિવાર..
એવા એવા વિઘ્નો આવે છે હજાર..
ત્રણ વાર ભોજન ભજન એકવાર, તો પણ આવે છે વિઘ્નો હજાર,
હાથેથી સંસાર નાં કામ કરી લેવા, મનડાં માં શ્રઘ્ધા રાખી હરી ભજી લેવા,
હળી મળી આનંદથી તરવો ભવ પાર મારે તરવો ભવપાર..
વિઘ્નો નો હવે નથી કરવો વિચાર...
www.gujaratibhajanbank.com
0 Comments