ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે | Bhakti Kariye To Na Dariye Durijan Lokthi Re Bhajan Lyrics
ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે.
ભક્તિ મીરાબાઇ એ કીધી, ઈર્ષા રાણાજી એ કીધી,
વાલે મારે જેરના અમૃત કીધા દુરીજન દેખતા રે,
ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે.
www.gujaratibhajanbank.com
ભક્તિ નરસિંહ મહેતાએ કીધી, ઈર્ષા નાગર નાતું એ કીધી,
વાલે મારે હૂંડી સ્વીકારી લીધી દુરીજન દેખતા રે,
ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે...
ભક્તિ ભક્ત પ્રહલાદ એ કીધી, ઈર્ષા હિરણ્ય કશ્યપે કીધી,
વાલે મારે સ્તંભ માં દર્શન દીધા દુરીજન દેખતા રે,
ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે...
www.gujaratibhajanbank.com
ભક્તિ સકુબાઈ એ કીધી, ઈર્ષા સાસુમા એ કીધી,
વાલે મારે ઘેરે પાણી ભર્યા દુરીજન દેખતા રે,
ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે...
ભક્તિ દ્રૌપદીએ કીધી, ઈર્ષા કૌરવોએ કીધી,
વાલે મારે નવસો નવ્વાણું ચીર પૂર્યા દૂરીજન દેખતા રે,
ભક્તિ કરીએ તો ના ડરીએ દુરિજન લોકથી રે...
www.gujaratibhajanbank.com
0 Comments