મીઠી મીઠી એક રાત વનરાવન ગ્યાતા ભજન | Mithi Mithi Ek Rat Vanaravan Gyata Bhajan Lyrics

મીઠી મીઠી એક રાત વનરાવન ગ્યાતા ભજન | Mithi Mithi Ek Rat Vanaravan Gyata Bhajan Lyrics

મીઠી મીઠી એક રાત વનરાવન ગ્યાતા,

સખીઓ સંગાથે અમે દોડી દોડી ગ્યાતા, 

મીઠી મીઠી...

 www.gujaratibhajanbank.com

કહે સખીઓ તમે સુણો જશોદા માતજી,

બંસરી ના નાદે અમે ભાન ભૂલી ગ્યાતા,

મીઠી મીઠી...

 

યોગશક્તિ થી વાલે વૃંદાવન બનાવ્યુ,

યોગમાયા ના અમે દેહ ધરી ગ્યાતા,

મીઠી મીઠી...

 www.gujaratibhajanbank.com

આનંદ ના ધોધ એવા આનંદ ઉભરાવતા,

ચંદ્રમાંના મુખે તેદી અમીજરી ગ્યાતા, 

મીઠી મીઠી...

 

આનંદ ના સ્નેહ એવા વર્ણવે શું દેવતા,

બ્રમ્હાજી જેવા ત્યાં ભાન ભૂલી ગ્યાતા,

મીઠી મીઠી...

 www.gujaratibhajanbank.com

કહે કેશવ બલિહારી મારા શ્યામ ની,

પૂર્વની પ્રીતે પ્રાણનાથ મળી ગ્યાતા,

મીઠી મીઠી..

 

મીઠી મીઠી એક રાત વનરાવન ગ્યાતા,

સખીઓ સંગાથે અમે દોડી દોડી ગ્યાતા...

www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments