ઠાકોરજીનું લગ્નગીત - જેવી ફુલોમાં સુગંધ ભળી | Thakor Ji Nu Lagngeet Lyrics
જેવી ફુલોમાં સુગંધ ભળી.
એવી રાધા-કૃષ્ણની જોડ મળી...
www.gujaratibhajanbank.com
રાધા લખી લખી મોકલે ખારેકમાં,
પ્રભુ મળશો મને કઈ તારીખ માં,
ના લખી લખી મોકલો ખારેકમાં,
અમે મળશું ૨૬ તારીખમાં...
રાધા લખી લખી મોકલે થાળીમાં,
પ્રભુ મળશો મને કઈ વાડીમાં,
ના લખી લખી મોકલો થાળીમાં,
અમે મળીશું મધુવન વાડી માં...
www.gujaratibhajanbank.com
રાધા લખી લખી મોકલે વીટી માં,
પ્રભુ મળશો મને કઈ તિથિ માં,
ના લખી લખી મોકલો વીટી માં,
અમે મળીશું અગિયારસ તિથિમાં...
રાધા લખી લખી મોકલે કેળામાં,
પ્રભુ મળશો મને ક્યાં મેળામાં,
ના લખી લખી મોકલો કેળામાં,
આપણે મળીશું આઠમના મેળામાં...
www.gujaratibhajanbank.com
રાધા લખી લખી મોકલે કાજૂમાં,
અમે બેસશું કોની બાજુમાં,
ના લખી લખી મોકલો કાજૂમાં,
અમે બેસી શું તમારી બાજુમા...
રાધા લખી લખી મોકલે કંગન માં,
અમે બંધાશું કોના બંધનમાં,
ના લખી લખી મોકલો કંગનમાં,
અમે બંધાશું તમારા બંધનમાં...
www.gujaratibhajanbank.com

0 Comments