હો હો રે મારે એકાદશી કરવી | Hare Mare Ekadshi Krvi Bhajan Lyrics
હો હો રે મારે એકાદશી કરવી,
એકાદશી કરી મારે ઉપવાસ કરવા..
હો હો રે મારે એકાદશી કરવી,
www.gujaratibhajanbank.com
દ્વારિકા ધામે જાવું, મારે દ્વારિકાધીશ ને મળવું,
દ્વારિકાધીશ ને મળવું, મારે છપ્પન સીડી ચડવી,
હો હો રે મારે એકાદશી કરવી...
ડાકોર ધામે જાવું મારે રણછોડરાયને મળવું,
રણછોડ રાયને મળવું મારે હૈયાની વાત કરવી,
હો હો રે મારે એકાદશી કરવી...
www.gujaratibhajanbank.com
મથુરામાં જાવું મારે વિશ્રામઘાટે નહાવું,
વિશ્રામઘાટે નહાવું મારે યમુના પાન કરવા,
હો હો રે મારે એકાદશી કરવી...
ગોકુળધામે જાવુ મારે લાલાને મળવું,
લાલાને મળવું મારે લાલા ને લાડ લડાવા,
હો હો રે મારે એકાદશી કરવી...
www.gujaratibhajanbank.com
નાથદ્વારા જાવું મારે શ્રીજી બાવા ને મળવું,
શ્રીજી બાવા ને મળવું મારે ઠોર પ્રસાદ લેવો,
હો હો રે મારે એકાદશી કરવી...
એકાદશી નો ઉપવાસ જે કોઈ કરશે,
એનું તો વ્રજધામ છે રે પાકું,
હો હો રે મારે એકાદશી કરવી...
www.gujaratibhajanbank.com

0 Comments