રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું | Ram Mane Rasto Batav Jivne Javu Che Eklu Bhajan Lyrics

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું | Ram Mane Rasto Batav Jivne Javu Che Eklu Bhajan Lyrics 

સાખી -

પંછી પાની પીને સે ઘટે ન સરિતા નીર

દાન દિયે ધન નાં ઘટે મારો સહાય કરે રઘુવીર

 www.gujaratibhajanbank.com

ભજન

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

રસ્તો પ્રાણી તને પછી બતાવું, 

શું કર્યા દાન ને પુણ્ય જીવને જાવું છે એકલું,

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

 www.gujaratibhajanbank.com

સોળ સોમવાર નાં પ્રભુ ઉપવાસ મે કરીયા, 

અગિયારસ નો નાં રહ્યો પાર જીવને જાવું છે એકલું,

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

સોળ સોળ દિકરીયું ને અમે જમાડી,

ભાણેજ નો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું, 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

 www.gujaratibhajanbank.com

સોળ સોળ બ્રાહ્મણ ને અમે જમાડ્યા,

સાધુ જમાડ્યા અપાર જીવને જાવું છે એકલું, 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

અન્નદાન પુણ્ય દાન અમે રે કરીયા, 

વસ્ત્ર દાન નો નાં રહ્યો પાર જીવને જાવું છે એકલું, 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

 www.gujaratibhajanbank.com

ગૌદાન કન્યાદાન અમે રે કરીયા,

ધન અમે દીધા અપાર જીવને જાવું છે એકલું, 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

જીવનો હિસાબ જોઈ રામ થયા રાજી, 

જીવનો કર્યો ઉદ્ધાર જીવને જાવું છે એકલું, 

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું...

 www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments