સુખ આવેને વાયુ જાય કર્મની બલિહારી | Sukh Ave Ne Vayu Jaay Karmni Balihari Bhajan Lyrics

 સુખ આવેને વાયુ જાય કર્મની બલિહારી | Sukh Ave Ne Vayu Jaay Karmni Balihari Bhajan Lyrics

સુખ આવેને વાયુ જાય કર્મની બલિહારી, 

દુઃખ કોઈને ના કેવાય કર્મની બલિહારી..

www.gujaratibhajanbank.com 

રાજા હરિશ્ચન્દ્ર તારામતી રાણી, 

એનો કુંવર બજારે વેચાય કર્મની બલિહારી..

 

શેઠ શગાળશા ચંગાવતી રાણી, 

એનો કુંવર ખાંડણિયે ખંડાઈ કર્મની બલિહારી..

www.gujaratibhajanbank.com 

ગોર કુંભાર વાલા ભગત તમારો, 

એનો કુંવર ગારામાં ખૂંદાય કર્મની બલિહારી..

 

અયોધ્યા નગરીના રાજા શ્રી રામજી, 

ચૌદ વરશ વનમાં જાય કર્મની બલિહારી..

 www.gujaratibhajanbank.com

પાંચ પાંડવને દ્રૌપદી રાણી, 

એતો ભરી સભામાં લૂંટાય કર્મની બલિહારી..

 

મેવાડ ગઢની રાણી મીરા બાઈ, 

રાણો ઝેરના કટોરા પાય કર્મની બલિહારી..

 www.gujaratibhajanbank.com

નાગર નાતે નરશૈયાને છોડયા, 

વાલો હાર પેરાવાને જાય કર્મની બલિહારી..

 

Post a Comment

0 Comments