જ્યારે શ્વાસોની લીલા સમેટાઈ છે | Jyare Shvaso Ni Lila Sametay Che Kirtan Lyrics
જ્યારે શ્વાસોની લીલા સમેટાઈ છે,
તેને અંતિમ અવસર કહેવાય છે..
www.gujaratibhajanbank.com
જીવન રૂડું દીધું આજ, રૂડા કર્મો કરવા કાજ,
જ્યારે જીવનની જાત્રા પૂરી થાય છે,
તેને અંતિમ અવસર કહેવાય છે..
કામ ક્રોધના તોફાન, તને ભુલાવે છે ભાન,
જ્યારે અચાનક કાળ આવી જાય છે,
તેને અંતિમ અવસર કહેવાય છે..
www.gujaratibhajanbank.com
પ્રભુ તું છે સર્જનહાર, આખી પૃથ્વીના ઘટનાર,
પ્રભુ મૃત્યુની દોડ ખેંચી જાય છે,
એને અંતિમ અવસર કહેવાય છે..
માનવદેહ છે માટીનો, પંચ ધાતુથી ઘડેલો,
ફરી પંચતત્વોમાં વળી જાય છે,
તેને અંતિમ અવસર કહેવાય છે..
www.gujaratibhajanbank.com
સાંભળ ગીતાનો તુષાર, બોલ કૃષ્ણના સાંભળ,
કર્મો ચૂકતે ફરીને જાવું ધામમાં,
એને અંતિમ અવસર કહેવાય છે..
0 Comments