સોળ વરસના મીરાંબાઈ થયા - ભજનના શબ્દો | Sol Varasna Mirabai Thaya Bhajan Lyrics
સોળ વરસના મીરાંબાઈ થયા
આવ્યા છે કાંઈ સસરાજીને ઘેર જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
તાંબાના બેડા લીધા હાથમાં
મીરાંબાઈ કાંઈ જળ ભરવાને જાય જો
તાળી પાડી છે રાધેશ્યામની...
મારગમાં મીરાને સાધુ મળ્યા
મીરા અમને ઉતારા અપાવો જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
સાસુજી આપે છે અમને દુખડા
નથી મારે રહેવાના ઠેકાણા જો
તાળી પાડી છે રાધેશ્યામની...
જેઠાણી કાંઈ અવળાસવળા બોલે જો
નણદલ મારી અવળા કાઢે વેણ જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
દિવામાં દિવેલ અમને નો આપે
આપે છે કાંઈ એક ટંકનું ભાણું જો
તાળી પાડી છે રાધેશ્યામની...
અડધું ભોજન મીરાબાઈ જમે
અડધું ભોજન ગાયોને ખવડાવે જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
મધરાતે આરાધના મીરા કરે
પડ્યા છે કાંઈ ઓરડામાં પ્રકાશ જો
તાળી પાડી છે રાધેશ્યામની...
ઝબકીને જેઠાણી એના જાગીયા
મીરાના ઘરમાં પારકો પુરુષ જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
જાગો રે રાણા ને જાગો રાજીયા
મીરાના ઘરમાં પારકો પુરુષ જો
તાળી પાડી છે રાધેશ્યામની...
જાગ્યા રે રાણા ને જાગ્યા રાજીયા
હથિયાર લીધા રાણાજીએ હાથ જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
કમાડ ઉઘાડો મીરા ભગતડી
તમારા ઘરમાં પારકો પુરુષ જ
તાળી પાડી છે રાધેશ્યામની...
હેમર ઓઢી મીરા એ ઓઢણી
ઊઘડયાં કાંઈ જોડ કમાડ જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
દુષ્ટને દર્શન વાલો નો આપે
વાલો મારો થાય અંતર્ધ્યાન જો
તાળી પાડી છે રાધેશ્યામની...
ભોંઠા રે પડ્યા ને રાણા ભાગીયા
મીરા અમને ભક્તિ બતાવો જો
તાળી પાડી છે રાધેશ્યામની...
ગુરુને પ્રતાપે મીરા બોલીયા
સાધુ મારા અમરાપુરી મહાલે જો
તાળી પાડી છે રાધેશ્યામની...
www.gujaratibhajanbank.com
0 Comments