સીતાજી કાંઈ જનકરાજાની દિકરી જો - ભજનના શબ્દો | Sitaji Kai Janakrajani Dikri Jo Bhajan Lyrics

સીતાજી કાંઈ જનકરાજાની દિકરી જો - ભજનના શબ્દો | Sitaji Kai Janakrajani Dikri Jo Bhajan Lyrics

 

સીતાજી કાંઈ જનકરાજાની દિકરી જો 

સુનયના માતાજી આ અવતારમાં...

 

જનકપુરમાં રમતા સીતા માતા જો 

અયોધ્યા સાસરિયું આ અવતારમાં... 

 

સીતાજીના લગનિયા લેવાય જો 

સ્વયંવર રચ્યો છે જનકપુરમાં...

www.gujaratibhajanbank.com 

સીતા પરણી અયોધ્યામાં આવ્યા જો 

ત્રણ ત્રણ સાસુજી આ અવતારમાં... 

 

સીતાજીને દશરથ જેવા સસરા જો 

કૌશલ્યા સાસુજી એની સાથમાં...

 

સીતાજીને લક્ષ્મણ જેવા દિયર જો 

ઉર્મિલા દેરાણી એના સાથમાં...

 www.gujaratibhajanbank.com

સીતાજીને રામ જેવા સ્વામી જો 

ભરતની જોડી રે એના સાથમાં...

 

કૈકઈ માં એ માગ્યા છે વરદાન જો 

વનની રે વાટે રે ચાલ્યા રામજી... 

 

રામ લક્ષ્મણ સીતા વનમાં જાય જો 

ચૌદ વરસ વનમાં વેઠીયા...

 www.gujaratibhajanbank.com

સીતાજીનું રાવણે કર્યું હરણ જો 

લઇ ગયો લંકામાં રાખ્યા અશોકવન... 

 

રામ લક્ષ્મણ ગોતવાને જાય જો 

હનુમાન સુગ્રીવને લીધા સાથમાં... 

 

આવ્યા છે કાંઈ પંપા સરોવર પાળ જો 

શબરીબાઈને દર્શન વાલે આપ્યા... 

 www.gujaratibhajanbank.com

આવ્યા વાલો સમંદર કાંઠે જો 

સેતુ રે બાંધીને લંકા આવિયા...

 

રામ લક્ષ્મણ ઉભા રણભૂમિમાં જો 

વાનરની સેના છે એના સાથમાં... 

 

રામે કર્યું રાવણ સાથે યુદ્ધ જો 

રાવણને માર્યો છે એક જ બાણથી... 

 www.gujaratibhajanbank.com

વિભીષણને આપ્યું લંકા રાજ જો 

રામ લક્ષ્મણ સીતા અવધ આવિયા... 

 

રામ બન્યા અયોધ્યાના રાજા જો 

સીતાજી મહારાણી બેઠા ગાદીયે... 

 

સીતાજીના ખોળલીયા ભરાણા જો 

ધોબી મેણાં બોલે સીતા માતને...  

 www.gujaratibhajanbank.com

રામે કર્યો સીતાજીનો ત્યાગ જો 

વનમાં રે વળાવ્યા સીતામાતને...

 

ઋષિના આશ્રમે સીતામાતા રેતા જો  

લવ કુશ જનમીયા વન વગડે... 

 

અયોધ્યામાં અશ્વમેઘ આદરીયો જો 

લવ કુશ બાંધે છે એનો ઘોડલો... 

 www.gujaratibhajanbank.com

સીતા માતા ધરતીમાં સમાય જો 

રોતા મેલ્યા લવ કુશ નાના બાળ ને...

 

સીતાજીની વેદના જે કોઈ ગાય જો 

દુઃખડા એના વાલો મારો ભાંગશે...

www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments