રામ વિનાનો મારો રથડો - ભજનના શબ્દો | Raam Vinano Maro Rathdo Bhajan Lyrics

રામ વિનાનો મારો રથડો - ભજનના શબ્દો | Raam Vinano Maro Rathdo Bhajan Lyrics

 

રામ વિનાનો મારો રથડો 

ઉભો ઉજ્જડ ગંગાજીને ઘાટ જો 

રામ વિનાનો મારો રથડો...

www.gujaratibhajanbank.com 

દશરથજી ને ગઢપણ જોને આવિયા 

જોતા જોતા પુત્ર કેરી વાટ જો

રામ વિનાનો મારો રથડો... 

 

પુત્રની આશાએ રાણી પરણીયા

તોય ના આવ્યા મારા રામ જો 

રામ વિનાનો મારો રથડો... 

 

દશરથજીની આંખે વરસે આસુંડા

મારે નથી પુત્ર કેરા સુખ જો 

રામ વિનાનો મારો રથડો... 

 www.gujaratibhajanbank.com

દશરથજી ગુરુના દ્વારે આવીયા

કર જોડીને કરે છે અરજ જો

રામ વિનાનો મારો રથડો... 

 

શૃંગીઋષિએ લેખ જગાડીયા

માંડ્યા પુત્ર કામનાના હવન જો 

રામ વિનાનો મારો રથડો... 

 

યજ્ઞમાંથી અગ્નિ દેવ પ્રગટ્યા

આપ્યા ચાર પુત્રના વરદાન જો 

રામ વિનાનો મારો રથડો... 

 www.gujaratibhajanbank.com

રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જનમિયા

ચારેય દિકરા પ્રાણના આધાર જો 

રામ વિનાનો મારો રથડો... 

 

કૈકૈયમાંએ વરદાન એવા માગીયા 

મંથરાએ વાળ્યો છે કાંઈ દાટ જો 

રામ વિનાનો મારો રથડો... 

 

રામને વનવાસ એણે આપીયો

ભરત માટે માગ્યા રાજપાટ જો

રામ વિનાનો મારો રથડો... 

 www.gujaratibhajanbank.com

ચાર ચાર દિકરાને પાસે કોઈ નહિ

બગડે રાજા દશરથજીના મોત રે  

રામ વિનાનો મારો રથડો... 

 

સુમંત રથ જોડી આવીયા 

રામ લક્ષ્મણ સીતા વનમાં જાય રે 

રામ વિનાનો મારો રથડો... 

 

દયા રે નો આવી ભાગ્યદેવને 

વેરણ વિધિ એ વાળ્યા વેર જો 

રામ વિનાનો મારો રથડો...

 www.gujaratibhajanbank.com

સુમંતજી તો ખાલી રથે આવીયા 

રામ ગયા ગંગા સામે પાર જો 

રામ વિનાનો મારો રથડો... 

 

અવધમાં જઈ શું શું ઉત્તર આપશું 

રામ ગયા છે કેતા કાળો કેર જો

રામ વિનાનો મારો રથડો...  

 

દશરથ કહે જીવીને શું કરું?

રામ મારા પ્રાણનો આધાર જો 

રામ વિનાનો મારો રથડો... 

 www.gujaratibhajanbank.com

રામ રામ કરતા પ્રાણ છોડીયા  

રાજા દશરથજી નો ગયો જીવ જો 

રામ વિનાનો મારો રથડો...

www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments