ભારતની નારીઓ - કિર્તનના શબ્દો | Bharatni Naario Kirtan Lyrics

ભારતની નારીઓ - કિર્તનના શબ્દો | Bharatni Naario Kirtan Lyrics

 

ઈતિહાસમાં અમર બની જાય એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 

ભારતની નારી સતી સીતાજી એવા

ચૌદ વરસ એણે વનમાં વિતાવીયા

ધરતી માઁ ના ખોળામાં સમાય એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 www.gujaratibhajanbank.com

ભારતની નારી સતી ચંગાવતી એવા 

કુંવર ચેલૈયાને ખાંડણીયે ખાંડિયો 

હરખેથી હાલરડાં ગાય એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 

ભારતની નારી સતી તોરલ દે એવા

જેસલની નાવને મધદરિયે તારી

પલમાં જેસલ પીર બની જાય એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 www.gujaratibhajanbank.com

ભારતની નારી સતી સાવિત્રી એવા

સત્યવાનના જીવ માટે યમની પાછળ હાલીયા

યમરાજને પાછા વાળી દયે એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 

ભારતની નારી સતી અનસૂયા એવા 

ત્રણેય દેવ આવ્યા પરીક્ષા લેવા

પલમાં કરાવે પયપાન એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 www.gujaratibhajanbank.com

ભારતની નારી સતી મીરાબાઈ એવા

સતને કારણીએ એને ઝેરને આરોગ્યા 

ઝેરના અમૃત કરે ભગવાન એવી ભારતની નારીઓ

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

 

ભારતની નારી સતી સખુબાઈ એવા

સતને માટે ઇ તો ઓરડિયે પુરાણા 

પાણીડા ભરે ભગવાન એવી ભારતની નારીઓ

ઇતિહાસ માં અમર બની જાય એવી ભારતની નારીઓ...

 www.gujaratibhajanbank.com

આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ...

Post a Comment

0 Comments