શિવ જીવને સંભાળી લેજો | Shiv Jiv Ne Sambhadi Lejo

બાર બાર વાટયું નો દિવડો મંદિરે મેલો 

મેલ્યો છે શિવજી ની પાસ રે 

શિવ જીવને સંભાળી લેજો...

www.gujaratibhajanbank.com

કૈલાસ ધામે જીવને ઉતારા દેજો

ઉતારા શિવ જીવને દેજો 

શિવ જીવને સંભાળી લેજો...


રામેશ્વર જાતા જીવને દાંતણીયા દેજો

દાંતણીયા એને કરાવજો

શિવ જીવને સંભાળી લેજો...

 www.gujaratibhajanbank.com 

હરિદ્વાર જાતા જીવને નાવણીયા દેજો

નાવણીયા એને કરાવજો 

શિવ જીવને સંભાળી લેજો...


અમરનાથ જાતા જીવને ભોજનીયા દેજો

ભોજનીયા એને કરાવજો 

શિવ જીવને સંભાળી લેજો...

www.gujaratibhajanbank.com

કાશી એ જાતા જીવને પોઢણીયા દેજો પોઢણીયા એને કરાવજો 

શિવ જીવને સંભાળી લેજો...


વૈકુંઠ ધામ જાતા જીવને મોક્ષ રે દેજો

મોક્ષ પ્રભુ એને દેજો 

શિવ જીવને સંભાળી લેજો...

 www.gujaratibhajanbank.com 

Post a Comment

0 Comments