મીઠી મારી આંખડીના તારા,
ગજાનન ગણપતિ દેવા..
દેવા ઓ દેવા તમે ગણપતિ દેવા,
લાગો છો સુંદર રૂપાળા..
ગજાનન ગણપતિ દેવા..
www.gujarataibhajanbank.com
સર્વે કાર્યોમાં તમે પ્રથમ પુંજાવ છો
શેષ ને મહેશ ગુણ તમારા ગાય છે
વિઘ્નોને દૂર કરનારા..
ગજાનન ગણપતિ દેવા
ઝીણી ઝીણી ઝીલ જેવી આંખો તમારી
ઝીણવટથી ઝીણું જોનારા..
ગજાનન ગણપતિ દેવા
www.gujarataibhajanbank.com
સૂપડાની માફક કાન તમારા
નિંદાને ઝાટકી દેનારા..
ગજાનન ગણપતિ દેવા
નાના નાના હાથ તારા બાલુડા જેવા
મોટા મોટા કામ કરનારા..
ગજાનન ગણપતિ દેવા
www.gujarataibhajanbank.com
0 Comments