આજ માનો ગરબો ગુમતો જાય,
આજ માનો ગરબો ગુમતો જાય
ગરબો ઘુમતો જાય,
આજ માં નો ગરબો ઘુમતો જાય
www.gujaratibhajanbank.com
ઘુમતો ઘુમતો જાય,
આજ માં નો ગરબો ઘુમતો જાય
પહેલે તે ગરબે અંબે માં નિસર્યા;
લડી, લડી, ગરબા ગાય આજ માં નો ગરબો…
બીજે તે ગરબે બહુચર માં નિસર્યા;
સાથે છે સખીયો નો સાથ આજ માં નો ગરબો…
www.gujaratibhajanbank.com
ત્રણ ભુવન માં ગરબા ને જોતા,
દેવો હૈયે હરખાય, આજ માં નો ગરબો…
ગરબા ને જોતા બાળકડા આજ,
ગાંડા ઘેલા થાય જાય આજ માં નો ગરબો…
ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર,
અંબે માં ફરી ફરી ગાય, આજ માં નો ગરબો…
www.gujaratibhajanbank.com
“કેશવ ભવાની” માં દ્વારે પધાર્યાં,
‘અભાગી’ ગુણલા ગાય, આજ માં નો ગરબો…
ગરબો ઘુમતો જાય,
આજ માં નો ગરબો ઘુમતો જાય
www.gujaratibhajanbank.com
0 Comments