પિતૃદેવને નમન કરો | Pitrudev Ne Naman Karo Kirtan Lyrics
આવ્યા છે શ્રાદ્ધ નાં દિન પિતૃદેવને નમન કરો,
ભાદરવો મહિનો આવતો, પિતૃદેવની યાદ અપાવતો..
www.gujaratibhajanbank.com
કોઈ ખીર પૂરી બનાવતા, શ્રાદ્ધ નું ભોજન કરાવતા,
પિતૃદેવ રાજી રાજી થાય, પિતૃદેવ ને નમન કરો,
આવ્યા છે શ્રાદ્ધ નાં દિન, પિતૃદેવ ને નમન કરો..
ગાય કુતરા નો ભાગ કાઢતા, પીપળે પાણી રેડતા,
પિતૃઓ આશિષ આપતાં, ગુરૂ ની વાણી સંભળાવતા,
પિતૃદેવ રાજી રાજી થાય, પિતૃદેવ ને નમન કરો..
www.gujaratibhajanbank.com
ભજન મંડલ સૌ બોલાવતા, સત્સંગ પ્રેમે કરાવતા,
સત્સંગમાં ભકતો આવે, લઈલો લાખેણા લ્હાવો,
પિતૃદેવ રાજી રાજી થાય, પિતૃદેવ ને નમન કરો..
મળ્યો છે અવસર આવો, હેતે હરી ના ગુણ ગાઓ,
પિતૃદેવને અંજલી આપો, મૃત આત્માને શાંતિ આપો,
પિતૃદેવ રાજી રાજી થાય, પિતૃદેવ ને નમન કરો..
www.gujaratibhajanbank.com
0 Comments