સાસુ કહે હું કથામાં જાઉ ભજન | Sasu Kahe Hu Kathama Jau Bhajan Lyrics
સાસુ કહે હું કથામાં જાઉ,
વહું તો રાજી રાજી થઈ..
સાસુજી બેઠો કથામાં જઈ,
વહું તો રાજી રાજી થઈ..
www.gujaratibhajanbank.com
સવારમાં ઉઠી ટક ટક કરતો,
પૂછતા રે તું ક્યો ગઈ તી,
વહુ તો રાજી રાજી થઈ..
એક દિવસ કથા બેઠીથી ગામમાં,
સાસુ કહે હું કથામાં જાઉ,
વહુ તો રાજી રાજી થઈ..
www.gujaratibhajanbank.com
વહું કહે વનમાં ઝૂલીશું હીંચકે,
ભાવતા ભોજન ખાશું હવે,
વહું તો રાજી રાજી થઈ..
ઓલુ રે કરજે પેલું રે કરજે,
ટક ટક સાત દિવસ ની ગઈ,
વહુ તો રાજી રાજી થઈ..
www.gujaratibhajanbank.com
આખો દિવસ હું ઊગ્યાં કરું તોય,
મને કોઈ કહેનારુ નહીં,
વહું તો રાજી રાજી થઈ..
આડોસ પાડોસની બધી વહુઓ,
સૌ આવી ભેગી થઇ,
વહું તો રાજી રાજી થઈ..
www.gujaratibhajanbank.com
અલક મલક ની વાતો કરીશું,
કામ કાજ કાઈ કરવું નહીં,
વહું તો રાજી રાજી થઈ..
ભલું થયું એહ ભાગવત નું,
પધરામણી તો ગામમાં થઇ,
વહુ તો રાજી રાજી થઈ..
www.gujaratibhajanbank.com
વહુ તો છૂટી સાત દિવસ,
સાસુની બીક તો કાયમની ગઈ,
વહુ તો રાજી રાજી થઈ..
સાસુ કહે હું કથામાં જાઉ,
વહું તો રાજી રાજી થઈ..
www.gujaratibhajanbank.com
0 Comments