જશોદા ના ઘર માં બેઠો કાનુડો બોલે રે ભજન | Jashoda Na Ghar ma Betho Kanudo Bole Re Bhajan Lyrics
જશોદા ના ઘર માં બેઠો કાનુડો બોલે રે,
કાનુડો બોલે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
www.gujaratibhajanbank.com
માખણ ખાવા જાવ તો દોરડે બાંધે રે,
દોરડે બાંધે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
શકું ઘરે જાવ તો મને પાણીડાં ભરાવે રે,
લાજુ કઢાવે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
www.gujaratibhajanbank.com
જશોદા ના ઘર માં બેઠો કાનુડો બોલે રે,
કાનુડો બોલે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
નરસિંહ ઘરે જાવ તો વાણોતર બનાવે રે,
મામેરા પુરાવે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
www.gujaratibhajanbank.com
મીરા ઘરે જાવ તો મને ઝેર પીવડાવે રે,
ઝેર પીવડાવે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
જશોદા ના ઘર માં બેઠો કાનુડો બોલે રે,
કાનુડો બોલે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
www.gujaratibhajanbank.com
દ્રોપદી ઘેર જાવ તો મને વીરો બનાવે રે,
ચીર પુરાવે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
કર્માં ઘરે જાવ તો મને ખીચડો ખવરાવે રે,
ખીચડો ખવરાવે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
www.gujaratibhajanbank.com
જશોદા ના ઘર માં બેઠો કાનુડો બોલે રે,
કાનુડો બોલે રે,
માં મને ગોપીઓ બીવડાવે..
0 Comments