સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા | Sandhya Samaye Shree Krishna Padharya Bhajan Lyrics
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે,
ગોપ ગોવાળ સૌ ધેનુ ચરાવે,
માવો તે મોરલી વગાડે રે...
www.gujaratibhajanbank.com
આગળ ગાયુંને પાછળ ગોવાળ,
વચમાં વાલો ગીરીધારી રે,
રજે ભરાણા મારા લાલા લાડીલા,
માતાજી મુખડાં નિહાળે રે...
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
સોનાની થાળી રત્ન જડેલી,
કપૂર જ્યોત જગાવે રે,
આરતી ઉતારે જશોદા માતા,
ઘણું જીવો ગોપાલ રે...
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
આરતી ઉતારીને રાય લુણ લીધા,
માતાજી મનમાં હરખાણા રે,
સોનાના લોટા જળ ભરેલા,
પગ પખાળે મારો વાલો રે,
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
જમવા પધારો મારા લાલ લાડીલા,
પીરસે જશોદા માતા રે,
દહીં દૂધને ઘેવર મેવા,
જોઈએ તે આરોગો ને..
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
સોનાની જારી જમુનાની ભરી,
આચમન કરો ને નંદલાલા રે,
લવિંગ સોપારીને પાનના બીડલા,
મુખવાસ કરો ને નંદલાલા રે..
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
સામા મળ્યા ભખુભાણ દુલારી,
રંગ ભર રાસ રમાડ્યા રે,
સંધ્યા સમયની આરતી જે ગાશે,
વ્રજમાં વાસ એનો થાશે રે..
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
ગાશે ગવડાવશે તે ગંગામાં નાશે,
સાંભળનારા તરી જાશે રે,
દાસ વલ્લભ ચરણરજ માગે,
આપો શ્રી વ્રજમાં વાસ રે...
સંધ્યા સમયે શ્રી કૃષ્ણ પધાર્યા,
ગાયો ચરાવી ઘેર આવ્યા રે...
www.gujaratibhajanbank.com
0 Comments