મર્યા પછી કાગ ને જમાડે | Marya Pachi Kagda Ne Jamade Bhajan Lyrics
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગ ને જમાડે..
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે..
www.gujaratibhajanbank.com
ખીર પૂરી નો પ્રસાદ બનાવે,
કાગ કાગ કહીને પછી કાગને બોલાવે,
કાગ કાગ કરીને બોલાવે, મર્યા પછી કાગને જમાડે..
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે..
જાત રે જાતની હવે મીઠાઈ મંગાવે,
32 ભાતના ભોજન બનાવે,
કાગડો મનમાં મૂંઝાય, મર્યા પછી કાગને જમાડે,
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે..
www.gujaratibhajanbank.com
કાગવાસ કાગ વાસ કરીને ઉડાડે,
કાગડો ઉડી જાય રે, મર્યા પછી કાગને જમાડે,
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે..
જીવતા હોય ત્યારે કોડી ની કિંમત,
હાથ એના ધ્રુજે તોય પાણી ન આપે,
પછી પીપળાને પાણી પીવડાવે, મર્યા પછી કાગને જમાડે..
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે..
www.gujaratibhajanbank.com
જીવતા હોય ત્યારે બેઠા ન બોલાવે,
મર્યા પછી શું થયું એમ પૂછે રે,
મર્યા પછી કાગને જમાડે,
જીવતા ને જમવા ન આપે, મર્યા પછી કાગને જમાડે..
0 Comments