સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો | Saat Pagathiya Satsangna Re Bhajan Lyrics
હે.. સાત પગથિયાં સત્સંગના રે જો જો ભૂલી ના જવાય જો..
હે.. પેલું પગથિયું સત્સંગનું રે, જો જો ભૂલી ના જવાય જો,
વેલા ઊઠીને સ્નાન કરજો રે, લેજો રામજીના નામ જો,
ધ્રૂજે કાયાને ધ્રૂજે લાકડી રે, પછી મંદિર ના જવાય જો,
જુવાની છે ગઢપણ આવશે રે, પછી નઈ લેવાય નામ જો..
www.gujaratibhajanbank.com
હે.. બીજું પગથિયું સત્સંગનું રે, જો જો ભૂલી ના જવાય જો,
સાધુ સંત આવે આપણા આંગણે રે, એને પાછા ના વળાય જો,
થોડા માંથી થોડું એને આપજો રે, એતો નારી ધર્મ જો..
હે.. ત્રીજું પગથિયું સત્સંગનું રે, જો જો ભૂલી ના જવાય જો,
દુઃખીયા દુઃખીયાને આપો ટુકડો રે, પછી પાણીડા પાવ જો,
અન્નદાન મોટું એક દાન છે રે, એ તો પરમારથના કામ જો..
www.gujaratibhajanbank.com
હે.. ચોથું પગથિયું સત્સંગનું રે, જો જો ભૂલી ના જવાય જો,
અગિયારસે કીડિયારું પૂરજો રે, બાર માસની અમાસ જો,
આંકડોને બોરડીને પીપળો રે, એના થડે જઈને પૂરજો..
હે.. પાંચમું પગથિયું સત્સંગનું રે, જો જો ભૂલી ના જવાય જો,
ગાયને પાટુ નવ મારીયે રે, એમાં તેત્રીસ કરોડ દેવ જો,
દીકરીને ગાય બેય એક છે રે, એ તો અબળાનો અવતાર જો..
www.gujaratibhajanbank.com
હે.. છઠ્ઠું પગથિયું સત્સંગનુ રે, જો જો ભૂલી ના જવાય જો,
માતા પિતાની સેવા કરજો રે, એમાં સર્વે તીર્થ ધામ જો,
જનની જનેતા જગમાં નહિ મળે રે, નહિ આવે એના તોલ જો..
હે.. સાતમું પગથિયું સત્સંગનું રે, જો જો ભૂલી ના જવાય જો,
ગુરુજી આવે આપણે આંગણે રે, એને કરજો પ્રણામ જો,
ગુરુજીને રામ બેય એક છે રે, એ તો આત્માના નાદ જો..
www.gujaratibhajanbank.com
હે.. સાત પગથિયાં સત્સંગના રે, જો જો ભૂલી ના જવાય જો..
0 Comments